Posts

સપનાઓની જગ્યા

Image
                  જ્યારે અમે દિવાળીનું  વેકેશન પૂરું કરીને આવ્યા ત્યારે  યુનિવર્સિટીની પરીક્ષા અમે નવા કેમ્પસમાં આપી, જ્યાં રહેવાની અને ભણવાની ખૂબ જ સારી સુવિધા હતી. અમે કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું, કે અમને આટલી બધી સુવિધા મળશે. આ જગ્યા ખુલ્લા ખેતરોમાં છે, જેથી  કુદરતી વાતાવરણ મળી શકે. જેવું મેં પેલા સપનું જોયું હતું, કે એક અલગ રૂમ હોય અને ત્યાં અમે ત્રણ ફ્રેન્ડ્સ સાથે રહીએ એવી જ અમને રૂમ પણ મળી ગઈ જ્યાં વાંચવાની સુવિધા પણ સારી છે, અને સરસ રીતે ભણી શકાય.                                  હોસ્ટેલ ની પાછળ એટલે કે અમારે તે હોસ્ટેલની પાછળ અમારા રૂમની બાલ્કની આવે છે. હોસ્ટેલની પાછળ એક ncc ટ્રેનીંગના કેમ્પ કરવા માટેનું ગ્રાઉન્ડ તથા વિધાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલ અને જમવાની જેવી બધી સુવિધા વાળુ એક કેમ્પસ છે. જ્યાં ncc ના વિધાર્આથીઓનો કેમ્પ યોજાય છે.   કેમ્પ મોટા ભાગે શિયાળામાં કરવામાં આવે છે, જેમાં ઘણા બધા વિધાર્થીઓ હ...

Raat Rani movie review

Image
* મૂવી વિશે માહિતી નામ: Raat Rani સિરિઝ: Modern Love Mumbai રિલીઝ વર્ષ: 2022 ડિરેક્ટર: Shonali Bose અમારા ક્લાસમાં તારીખ 27/02/2026 ના રોજ " રાતરાણી" નો એપિસોડ બતાવવામાં આવ્યો હતો.              Modern Love Mumbai એક એવો એપિસોડ છે જેમાં  પ્રેમ, આશા, સંઘર્ષ અને જીવનની હકીકતોને અલગ દૃષ્ટિકોણથી બતાવવામાં આવે છે. આ એપિસોડમાં “રાતરાણી” છે. તેનું નિર્દેશન Shonali Bose દ્વારા કરવામાં આવ્યું છે. આ એપિસોડમાં મુખ્ય પાત્ર લાલી છે,  આ વાર્તા એક એવી સ્ત્રી વિશે છે જે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે.        આ વાર્તાની મુખ્ય પાત્ર લાલી છે, જેનું પાત્ર Fatima Sana Shaikh એ ભજવ્યું છે, જ્યારે તેના પતિ લુત્ફીનું પાત્ર Bhim Vakani એ નિભાવ્યું છે. લાલી અને લુત્ફી મુંબઈના એક નાના અને સામાન્ય વિસ્તારમાં નાનકડા ઘરમાં રહે છે. લાલી લોકોના ઘરમાં કામ કરીને પૈસા કમાય છે અને લુત્ફી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. બંનેનું જીવન સાદું છે પરંતુ તેઓ એકબીજા સાથે ખુશ રહે છે. લાલી મહેનતુ, સહનશ...

Reva movie review

Image
  પરિચય 2018માં આવેલી આ ગુજરાતી ફિલ્મનું નિર્દેશન Rahul Bhole અને Vinit Kanojia દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ Tatvamasi નામના નવલકથાથી પ્રેરિત છે, જે Dhruv Bhatt દ્વારા લખાયેલી છે. ફિલ્મની શરૂઆત કરણથી થાય છે, જે અમેરિકા રહેતો એક આધુનિક અને સ્વાર્થી સ્વભાવનો યુવક છે. તે પોતાના જીવનમાં પૈસા, પાર્ટી અને મોજમસ્તી સિવાય કંઈ ખાસ મહત્વ આપતો નથી. એક દિવસ તેને ખબર પડે છે કે તેના દાદા હવે નથી રહ્યા. દાદાએ પોતાની મિલકત તેના નામે રાખી છે, પરંતુ એક શરત સાથે – કરણને નર્મદા નદીની પરિક્રમા પૂર્ણ કરવી પડશે કરણને આ શરત શરૂઆતમાં બિનજરૂરી અને અજીબ લાગે છે. છતાં મિલકત મેળવવાની ઇચ્છાથી તે પરિક્રમા કરવા તૈયાર થાય છે. નર્મદા કિનારે પહોંચ્યા પછી તેનું જીવન બદલાવ તરફ આગળ વધે છે. ત્યાં તે ગામના સાદા અને ભોળા લોકો સાથે મળે છે. ગામના લોકોની નિઃસ્વાર્થતા, શ્રદ્ધા અને સરળ જીવનશૈલી તેને આશ્ચર્યમાં મૂકે છે. આશ્રમમાં રહેતા સંતો અને યાત્રાળુઓ તેને નર્મદા માતાની મહિમા અને પરિક્રમાના નિયમો સમજાવે છે. શરૂઆતમાં કરણને આ બધું કંટાળાજનક લાગે છે, પરંતુ ધીમે-ધીમે તે આ વાતોમાં રસ લેવા લાગે છે. પરિક્રમા દરમિયાન ક...

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા

      આપણે  જેમ કોઈક બીજા વ્યક્તિઓના બાહ્ય જીવન જોઈ ને વિચારતા હોઈએ છીએ, કે તેમનું જીવન કેટલું સરળ છે પરંતુ, તેઓ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તે  રીતે બે મિત્રો એકબીજાની જીવનશૈલી જોઈને આવો વિચાર કરતા હોય છે. જેમાં એક નું નામ દેવ છે અને બીજાનું નામ વંશ છે. દેવ એક નાના, સુંદર ગામડાંમાં ખેડૂત નો દીકરો હતો. તેનું જીવન સવાર ના સૂર્ય ઊગે ત્યારથી સાંજ ના સૂર્ય આથમે તે રીતે ચાલતું.          વંશ શહેરની એક મોટી કંપની માં ઊંચી પોસ્ટ પર કામ કરતો હતો. બંને બાળપણના મિત્રો હતા, પણ હવે ઘણા દૂર થઈ ગયા હતા. દેવ સવારે વહેલો ઉઠી ખેતરમાં જતો , તાજી હવા અને શાંતિમાં કામ કરતો. જોકે, તેના મનમાં હંમેશા વંશની જિંદગીનું આકર્ષણ રહેતું. તે વિચારતો કે, વંશ ને કેટલી મજા છે . એને તડકામાં મેહનત નથી કરવી પડતી. એની પાસે એ. સી. ઓફિસ છે. અને પાણી કે લાઈટ ની પણ કોઈ સમસ્યા નથી. દેવને લાગતું હતું કે ગામડાની મેહનત કરતાં શહેરનો આરામ વધુ સારો છે.         શહેરમાં વંશનો આખો દિવસ ટ્રાફિક અને મિટિંગ્સ માં પસાર થાય છે. તેના હાથ માં મોંઘો ફોન હતો, ...

અર્થશાસ્ત્ર વિષય પર 'એક્સપર્ટ લેક્ચર'નું આયોજન

Image
                    તાજેતરમાં અમારી કોલેજ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી (સ્કૂલ ઓફ આર્ટસ) ખાતે અર્થશાસ્ત્ર વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસ અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે એક વિશેષ 'એક્સપર્ટ લેક્ચર' (Expert Lecture in Economics) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિગતો: તારીખ: ૨૩/૦૨/૨૦૨૬ સમય: સવારે ૧૧:૦૦ વાગ્યે સ્થળ: વિદ્યા સાધના ભવન ૨, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા.          આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને વિશેષ અતિથિ તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા (Assistant Professor, S.D. Arts and B.R. Commerce College, Mansa, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા.          ખાસ કરીને, આ કાર્યક્રમમાં અમારા આદરણીય પ્રિન્સિપાલ સાહેબ અને અર્થશાસ્ત્ર વિભાગના તમામ પ્રોફેસર તથા બધા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.         સૌ પ્રથમ  કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને પછી તેમના દ્વારા દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો...

અરજી લેખન

Image
                                                           વૈશાલી એ. રાઠવા                                                             ગામ: કનલવા                                                             તા   : કવાંટ                                                             જી   : છોટાઉદેપુર                    ...

Applying for a new job

                                                           Vaishali A. Rathva                                                           At   : kanalva                                                           Ta    : kawant                                                           Dis  : chhota udepur                         ...