અરજી લેખન
વૈશાલી એ. રાઠવા
ગામ: કનલવા
તા : કવાંટ
જી : છોટાઉદેપુર
તા : 3 જાન્યુઆરી 2026
પ્રતિ,
શાખા વ્યવસ્થાપક
બેંક ઓફ બરોડા,
મુખ્ય શાખા,
છોટાઉદેપુર ૩૯૧૧૭૦
વિષય: કલાર્કની જગ્યા માટે
આદરણીય સર,
હું તમારી બેંક શાખામાં કલાર્કની જગ્યા માટે અરજી કરવા માટે આ પત્ર લખી રહી છું. મેં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપળા માંથી વહીવટી કૌશલ્ય અને સંદેશાવ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરીને બી. એ. ( બેચલર ઑફ આર્ટસ) પૂર્ણ કર્યું છે.
મને કમ્પ્યુટર એપ્લિકેશન્સ ખાસ કરીને એમ. એસ. એક્સેલ અને વર્ડ પર મજબૂત પકડ છે. જે હું સમજું છું કે બેન્કિંગ કામગીરી માટે મહત્વપૂર્ણ છે. હું સારી આંકડાકીય ક્ષમતા ધરાવતી વ્યક્તિ છું અને ગ્રાહકોના પ્રશ્નોને નમ્રતા અને કાર્યક્ષમ રીતે ઉકેલી શકું છું. મને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં ખૂબ રસ છે. અને હું સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા તૈયાર છે.
મેં તમારા વિચારણા માટે મારો બાયોડેટા અને મારા શૈક્ષણિક પ્રમાણપત્રો ની નકલો જોડી છે. ઇન્ટરવ્યુમાં મારી લાયકાતોની ચર્ચા કરવાની તક મળે તો હું આભારી રહીશ.
તમારા સમય અને વિચારણા બદલ આભાર.
તમારી વિશ્વાસુ
વૈશાલી એ. રાઠવા
બિડાણ:

Comments
Post a Comment