સપનાઓની જગ્યા

                  જ્યારે અમે દિવાળીનું  વેકેશન પૂરું કરીને આવ્યા ત્યારે  યુનિવર્સિટીની પરીક્ષા અમે નવા કેમ્પસમાં આપી, જ્યાં રહેવાની અને ભણવાની ખૂબ જ સારી સુવિધા હતી. અમે કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું, કે અમને આટલી બધી સુવિધા મળશે. આ જગ્યા ખુલ્લા ખેતરોમાં છે, જેથી  કુદરતી વાતાવરણ મળી શકે. જેવું મેં પેલા સપનું જોયું હતું, કે એક અલગ રૂમ હોય અને ત્યાં અમે ત્રણ ફ્રેન્ડ્સ સાથે રહીએ એવી જ અમને રૂમ પણ મળી ગઈ જ્યાં વાંચવાની સુવિધા પણ સારી છે, અને સરસ રીતે ભણી શકાય. 
            
                   હોસ્ટેલ ની પાછળ એટલે કે અમારે તે હોસ્ટેલની પાછળ અમારા રૂમની બાલ્કની આવે છે. હોસ્ટેલની પાછળ એક ncc ટ્રેનીંગના કેમ્પ કરવા માટેનું ગ્રાઉન્ડ તથા વિધાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલ અને જમવાની જેવી બધી સુવિધા વાળુ એક કેમ્પસ છે. જ્યાં ncc ના વિધાર્આથીઓનો કેમ્પ યોજાય છે.   કેમ્પ મોટા ભાગે શિયાળામાં કરવામાં આવે છે, જેમાં ઘણા બધા વિધાર્થીઓ હોય છે. જેઓ સવારમાં અને સાંજે મોટાભાગે અમે તેમને ટ્રેનીંગ કરતા જોયા છે. ક્યારેક તેઓને બંદૂક લઈને પણ જોયા છે. તેમને બધીજ ટ્રેનિંગ આપવામાં આવતી હતી કદાચ ફાયરિંગ , તેમજ ટેન્ટ બાંધવું જેવું પણ કરતા જોયા હતા તો  ક્યારેક કોઈ પ્રોગ્રામની તૈયારીઓ પણ જોઈ છે. જેમાં મોટાભાગે બધી પ્રવૃતિઓ કરાવતા જોયા છે. અમારી હોસ્ટેલની બાલ્કની માંથી અમને તેનું ગ્રાઉન્ડ દેખાય છે જ્યાંથી અમે તેમને પરેડ કરતા પણ જોયા છે. જેઓ પોલીસના તેમના યુનિફોર્મમાં પણ ઘણી વાર હોય છે. જેમની ટ્રેનીંગ બધાની સરખી અને સારી રીતે અને કોઈ પણ ભૂલ વગર કરતા જોયા છે ક્યારેક કોઈ કારણોસર કદાચ તેમની ભૂલના કારણે તેમને સજા પણ મળતી હોય એવું પણ જોયેલું છે. મારા મત પ્રમાણે તેઓ કદાચ સવાર અને સાંજ ટ્રેનીંગ કરતા હશે. અને બીજા ટાઈમ પર તેઓ કદાચ તેમનું ભણવાનું કે પરીક્ષાની તૈયારી એવું પણ કરતા હોવા જોઈએ . તેમને જોઈને મોટીવેશન મળી શકે છે કે તેઓ કેટલી બધી મહેનત કરતા હશે, તો આટલે સુધી પહોંચ્યા હશે. તેમને મહેનત કરતા જોઈને આપણને  પણ જુસ્સો આવી જાય કે હું પણ મેહનત કરું. થોડા દિવસનો કેમ્પ હશે તો તેટલા દિવસ રહેતા હશે . પછી પાછા કોઈક બીજા વિધાર્થીઓ પણ આવતા આ રીતે નવા નવા ચહેરાઓ જ્યારે જુએ ત્યારે જોવા મળતા. એમ પણ મને પેલેથી પોલીસનો યુનિફોર્મ ખૂબ ગમે છે. મારું સપનું પણ છે પણ કદાચ કોઈ એવા સંજોગોમાં જેમ કે શારિરિક રીતે નિષ્ફળ થવાય તો નહીં બની શકું,  તો મને અફસોસ થશે. પણ હું પ્રયત્ન કરતી રહીશ.મને કુદરતી વાતાવરણ અને કુદરતી તત્વો સાથે ખૂબ જ લગાવ છે. આ ncc નું કેમ્પસ માં પણ ઘણા બધા વૃક્ષો છે અને એકદમ સ્વચ્છ વાતાવરણ જોવા મળે છે. તે ગ્રાઉન્ડમાં હું કોઈ વાર ગઈ નથી. પણ મને તે જોઈને જ ખૂબ આનંદ થાય છે. મને તે જગ્યા ખૂબ ગમે છે . મને ત્યાં જવાની પણ ઇચ્છા છે કદાચ પૂરી થાય તો , અમારા રૂમ ની બારીએથી પણ ત્યાં બહારનું બધુજ દેખાય છે તે હું ઘણી વાર  જોયા કરું છું . પહેલા જ્યારે શિયાળામાં જ્યારે ત્યાં વિધાર્થીઓ મોટાભાગે છોકરાઓ જોયા છે તેઓ સવારે વહેલા અમે ઊઠીએ ત્યારે તૈયાર થઈને પોતાના યુનિફોર્મ માં તૈયાર પરેડ કરતા જોયા છે. હમણાં ઉનાળામાં ત્યાં કોઈ નહીં આવતું તડકાનું શાંત વાતવરણથી તે જગ્યા સુમસામ જેવી લાગે છે. આ જગ્યા એ મેં એક વૃક્ષ જોયું છે જે હમણાં ઉનાળામાં પણ લીલુંછમ છે. એટલું બધું મોટું પણ નહીં અને નાનું પણ નહીં અને તેનો આકાર પણ મસ્ત છે. તેની નીચે બે મસ્ત બાકડા છે મને ત્યાં બેસી ને ત્યાંના વાતાવરણ નો આનંદ માણવાનું મન થાય છે પણ એ મારું સપનું સપનું જ રહી જશે. અત્યારે ત્યાંની ઓફિસ માં કોઈ લોકો ને આવતા જોયા છે. 

               હું એવું ઈચ્છું છું, કે કદાચ અમારી રૂમ હવે બદલાય તો મને આવી જ રુમ જોઈએ છે જેની બાલ્કની અને બારીમાંથી રહીને મને આ કેમ્પસ જોઈ શકાય. 

Comments

Popular posts from this blog

ફ્લિપકાર્ટ વેબસાઇટ

Doms વેબસાઇટ

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા