અર્થશાસ્ત્ર વિષય પર 'એક્સપર્ટ લેક્ચર'નું આયોજન
તાજેતરમાં અમારી કોલેજ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી (સ્કૂલ ઓફ આર્ટસ) ખાતે અર્થશાસ્ત્ર વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસ અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે એક વિશેષ 'એક્સપર્ટ લેક્ચર' (Expert Lecture in Economics) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની વિગતો:
તારીખ: ૨૩/૦૨/૨૦૨૬
સમય: સવારે ૧૧:૦૦ વાગ્યે
સ્થળ: વિદ્યા સાધના ભવન ૨, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને વિશેષ અતિથિ તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા (Assistant Professor, S.D. Arts and B.R. Commerce College, Mansa, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને, આ કાર્યક્રમમાં અમારા આદરણીય પ્રિન્સિપાલ સાહેબ અને અર્થશાસ્ત્ર વિભાગના તમામ પ્રોફેસર તથા બધા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને પછી તેમના દ્વારા દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. અમારા પ્રિન્સિપાલ સર અને અર્થશાસ્ત્રના પ્રોફેસરએ અમને થોડું મુખ્ય મહેમાન અને કાર્યક્રમ વિશે જાણકારી આપી.
લેક્ચર દરમિયાન ડૉ. મહિડાએ પોતાના અનુભવ અને જ્ઞાન દ્વારા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના જટિલ વિષયોને ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યા હતા. તેમણે અમને અર્થશાસ્ત્ર વિશે થોડી જાણકારી આપી, વ્યાખ્યા આપી .
રોબિન્સની વ્યાખ્યા:
"અર્થશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે માનવીના ધ્યેયો (ઉદ્દેશો) અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા અછતવાળા સાધનો વચ્ચેના સંબંધોના સંદર્ભમાં માનવ વર્તણૂકનો અભ્યાસ કરે છે."
તેમણે અમને પૂર્ણ હરીફાઈ વિશે જાણકારી આપી જેમાં ખરીદનારા ઘણા બધા અને વેચનાર ઘણા હોય છે. અને વસ્તુ સમાન પ્રકારની હોઈ છે. તેમણે અમને ઉદાહરણો વડે પણ સમજાવ્યું હતું. તેમજ તે બાદ બજારના પ્રકારો જણાવ્યા હતા. તેમાં તેમણે પૂર્ણ હરીફાઈ વાળા બજાર વિશે જણાવ્યું હતું. જેમાં 1. પૂર્ણ હરીફાઈ અને 2. અપૂર્ણ હરીફાઈ તેના વિશે અમે સારી રીતે માહિતી મેળવી પછી અમે થોડી વાર માટે બ્રેક લીધો. પછી અમે ફરી ઇજારો વિશે ભણ્યા જેમાં એક જ વેચનાર અને ખરીદનાર ઘણા બધા હોય છે. તેના પછી અમે આવક અને ખર્ચના ખ્યાલ ભણ્યા અને તેના વિવિધ પ્રકાર પણ જેમ કે, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને આવક વિશે પણ જાણકારી મેળવી. તેમણે અમને આકૃતિ દોરીને પણ સમજાવ્યા હતા. તેમજે પ્રશ્નો પણ પૂછ્યા હતા. બધા વિધાર્થીઓ જવાબ આપ્યા હતા. બે કલાક જેવા લેક્ચર લઈ અને રાષ્ટ્રગાન કરી અમે આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અને પછી મેદાનમાં ગ્રુપ ફોટો માટે ભેગા થઇ અમે 1 : 30 જમવા માટે રજા લીધી હતી.
આ વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલોથી માહિતગાર કરવાનો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો. ડો. મહીડાએ તેમના અનુભવ અને જ્ઞાન દ્વારા અઘરા વિષયોને ઉદાહરણો આપીને સરળ બનાવ્યા, જેનાથી વિદ્યાર્થીઓની વિષય પ્રત્યેની સમજણ વધુ સ્પષ્ટ બની.
Comments
Post a Comment