ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા

      આપણે  જેમ કોઈક બીજા વ્યક્તિઓના બાહ્ય જીવન જોઈ ને વિચારતા હોઈએ છીએ, કે તેમનું જીવન કેટલું સરળ છે પરંતુ, તેઓ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તે  રીતે બે મિત્રો એકબીજાની જીવનશૈલી જોઈને આવો વિચાર કરતા હોય છે. જેમાં એક નું નામ દેવ છે અને બીજાનું નામ વંશ છે. દેવ એક નાના, સુંદર ગામડાંમાં ખેડૂત નો દીકરો હતો. તેનું જીવન સવાર ના સૂર્ય ઊગે ત્યારથી સાંજ ના સૂર્ય આથમે તે રીતે ચાલતું. 

        વંશ શહેરની એક મોટી કંપની માં ઊંચી પોસ્ટ પર કામ કરતો હતો. બંને બાળપણના મિત્રો હતા, પણ હવે ઘણા દૂર થઈ ગયા હતા. દેવ સવારે વહેલો ઉઠી ખેતરમાં જતો , તાજી હવા અને શાંતિમાં કામ કરતો. જોકે, તેના મનમાં હંમેશા વંશની જિંદગીનું આકર્ષણ રહેતું. તે વિચારતો કે, વંશ ને કેટલી મજા છે . એને તડકામાં મેહનત નથી કરવી પડતી. એની પાસે એ. સી. ઓફિસ છે. અને પાણી કે લાઈટ ની પણ કોઈ સમસ્યા નથી. દેવને લાગતું હતું કે ગામડાની મેહનત કરતાં શહેરનો આરામ વધુ સારો છે. 

       શહેરમાં વંશનો આખો દિવસ ટ્રાફિક અને મિટિંગ્સ માં પસાર થાય છે. તેના હાથ માં મોંઘો ફોન હતો, પરંતુ વાત કરવા માટે સમય ન હતો. તે દેવ વિશે વિચારતો કે દેવનું જીવન કેટલું શાંતિપૂર્વક છે કોઈ પ્રકાર ની દોડધામ નહીં. પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. તે વિચારે છે કે સાચી મોજ તો ગામડાની શાંતિ અને તાજગી માં છે. તેને ગામડાની સાદગી ગમે છે. 

          એક રજામાં બંને મિત્રો મળે છે. અને એક અઠવાડિયા માટે તેમની જીવન શૈલી બદલવાનું નક્કી કરે છે. દેવ શહેરમાં જવા માટે ઉત્સાહિત હતો. પરંતુ તે ત્યાં ગયો ત્યારે ત્યાંના પ્રદૂષણ અને ટ્રાફિક ન અવાજથી એકજ દિવસમાં કંટાળી ગયો. અને આખો દિવસ ઓફિસમાં કમ્પ્યૂટ સામે બેસવાથી તેની આંખો દુઃખવા લાગી. ત્યારે તેને શહેરનું જીવન સમજાય જાય છે. આકાશ પણ ખુશ થયો ગામડાના જીવન થી પણ તેને તે વહેલી સવારે ખેતર માં સખત મહેનત કરે છે. અને તે કામ કરી શકતો નથી . અને તેને પણ સમજાય જાય છે.  

    એક અઠવાડિયા પછી, જ્યારે બંને પાછા મળ્યા, ત્યારે તેમની પાસે સમજણ હતી. દેવે કહ્યું , " શહેરની મોજ દૂર થઈ સારી લાગે છે. ત્યાંની સુવિધા ના બદલા માં આપણે પોતાનું સ્વાસ્થ્ય અને શાંતિ આપવી પડે છે. " વંશે દેવને કહ્યું, " તારું જીવન ભલે સંઘર્ષવાળું હોય , પણ તું શાંતિથી સૂઈ શકે છે. અને પરિવાર સાથે સમય વિતાવી શકે છે.  

 બંનેને સમજાયું કે જે જીવન આપણા માટે અનુકૂળ લાગે તે જ સાચી મોજ છે. 

    બોધ : દરેક જીવનશૈલી તેના ફાયદા અને પડકારો ધરાવે છે. જીવનનો સાચો આનંદ બાહ્ય સુખ સુવિધાઓ કરતા આંતરિક સંતોષ અને મનની શાંતિમાં છે.

Comments

Popular posts from this blog

ફ્લિપકાર્ટ વેબસાઇટ

Doms વેબસાઇટ