Reva movie review

 


પરિચય

2018માં આવેલી આ ગુજરાતી ફિલ્મનું નિર્દેશન Rahul Bhole અને Vinit Kanojia દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ Tatvamasi નામના નવલકથાથી પ્રેરિત છે, જે Dhruv Bhatt દ્વારા લખાયેલી છે.

ફિલ્મની શરૂઆત કરણથી થાય છે, જે અમેરિકા રહેતો એક આધુનિક અને સ્વાર્થી સ્વભાવનો યુવક છે. તે પોતાના જીવનમાં પૈસા, પાર્ટી અને મોજમસ્તી સિવાય કંઈ ખાસ મહત્વ આપતો નથી.

એક દિવસ તેને ખબર પડે છે કે તેના દાદા હવે નથી રહ્યા. દાદાએ પોતાની મિલકત તેના નામે રાખી છે, પરંતુ એક શરત સાથે – કરણને નર્મદા નદીની પરિક્રમા પૂર્ણ કરવી પડશે

કરણને આ શરત શરૂઆતમાં બિનજરૂરી અને અજીબ લાગે છે. છતાં મિલકત મેળવવાની ઇચ્છાથી તે પરિક્રમા કરવા તૈયાર થાય છે.

નર્મદા કિનારે પહોંચ્યા પછી તેનું જીવન બદલાવ તરફ આગળ વધે છે. ત્યાં તે ગામના સાદા અને ભોળા લોકો સાથે મળે છે. ગામના લોકોની નિઃસ્વાર્થતા, શ્રદ્ધા અને સરળ જીવનશૈલી તેને આશ્ચર્યમાં મૂકે છે. આશ્રમમાં રહેતા સંતો અને યાત્રાળુઓ તેને નર્મદા માતાની મહિમા અને પરિક્રમાના નિયમો સમજાવે છે. શરૂઆતમાં કરણને આ બધું કંટાળાજનક લાગે છે, પરંતુ ધીમે-ધીમે તે આ વાતોમાં રસ લેવા લાગે છે.

પરિક્રમા દરમિયાન કરણ અનેક અનુભવોમાંથી પસાર થાય છે. કુદરતની સુંદરતા, નર્મદાના શાંત વહેણ, ગામના લોકોની સેવા ભાવના અને સંતોના ઉપદેશો તેના મન પર ઊંડો પ્રભાવ પાડે છે. તે સમજે છે કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી, પરંતુ સંતોષ, શાંતિ અને પ્રેમમાં છે. લોકો ઓછા સાધનો હોવા છતાં ખુશ અને સંતોષી છે, જ્યારે તે પોતે બધું હોવા છતાં અંદરથી ખાલી હતો – આ સમજ તેને અંદરથી ઝંઝોડે છે.

જેમ જેમ પરિક્રમા આગળ વધે છે, તેમ તેમ કરણનું હૃદય નમ્ર બને છે. તે સેવા કાર્યમાં જોડાય છે, લોકો સાથે સહાનુભૂતિ રાખે છે અને જીવનને નવી નજરથી જોવાનું શીખે છે. તેની અંદરની અહંકાર અને સ્વાર્થભાવ ઓગળવા લાગે છે. નર્મદા યાત્રા તેની માટે ફક્ત શરત પૂર્ણ કરવાની પ્રક્રિયા નહીં, પરંતુ આત્મશોધની યાત્રા બની જાય છે.

અંતમાં, પરિક્રમા પૂર્ણ થયા પછી કરણ સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હોય છે. હવે તેની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. તે સમજે છે કે સાચી સંપત્તિ પૈસા નહીં, પરંકેતુ આત્મજ્ઞાન, શાંતિ અને માનવીય મૂલ્યો છે. ફિલ્મનો અંત સંદેશ આપે છે કે જીવનનો સાચો અર્થ બહાર નહીં, પરંતુ પોતાના અંદર શોધવામાં છે.દાદાના શબ્દો અને યાત્રાના અનુભવથી તે એક નવો માણસ બની

Reva એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહેતી, પરંતુ જીવનનો ઊંડો સંદેશ આપે છે. નર્મદા પરિક્રમાની યાત્રા દ્વારા મુખ્ય પાત્રમાં આવતા આંતરિક પરિવર્તન આપણને સમજાવે છે કે સાચું સુખ પૈસા અને વૈભવમાં નહીં, પરંતુ શાંતિ, સંતોષ અને પ્રકૃતિ સાથેના જોડાણમાં છે.

ફિલ્મનું શાંત દિગ્દર્શન, સુંદર દૃશ્યો અને અસરકારક અભિનય દર્શકોના મન પર લાંબા સમય સુધી છાપ છોડે છે.


Comments

Popular posts from this blog

ફ્લિપકાર્ટ વેબસાઇટ

Doms વેબસાઇટ

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા