એક યાદગાર પ્રવાસ

      પ્રવાસ એ માત્ર ફરવા માટે નથી, પણ નવા અનુભવો અને જાણકારી મેળવી શકાય છે. તાજેતરમાં અમારી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી દ્વારા કેવડિયા ખાતે  સ્ટેચ્યુ ઑફ યુનિટી ' અને ત્યાંનો ભવ્ય ' લેઝર શો  ' જોવા માટે એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી આ સફર રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી, જે અમારા જીવનની એક અનમોલ યાદ બની ગઈ છે. 

      બપોરે 3 વાગ્યે અમે તમામ કોલેજના મિત્રો અને પ્રોફેસરો સાથે ઉત્સાહભેર બસમાં રવાના થયા. રસ્તામાં મિત્રો સાથે ગીતો અને વાતોની જમાવટ થઈ. કેવડિયા પહોંચતા  જ નર્મદાના તટ પર ઉભેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા જોઈ હતી.

     આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ ત્યાંનું ભોજન હતુ. ત્યાંના વિશાળ ફૂડ કોર્ટમાં ભારતના અલગ  - અલગ  રાજ્યોની  પ્રખ્યાત વાનગીઓ ઉપલબ્ધ હતી. અહીં એક ખાસ પ્રકારની વ્યવસ્થા હતી. ટિકિટ અથવા ટોકન દ્વારા ભોજન લેવાનું હતું. અમે ટિકિટ લઈને અલગ  - અલગ કાઉન્ટર પર ગયા અને પંજાબી, દક્ષિણ ભારતીય અને અન્ય રાજ્યોની ડીશનો આનંદ માણ્યો. મિત્રો સાથે મળીને અલગ - અલગ સ્વાદ ચાખવાની ખૂબ મજા પડી. 

     અમે રાત્રે અંધકાર વચ્ચે બધી લાઈટોથી જે વાતાવરણ પ્રકાશિત થયું હતું, તથા ત્યાં અમે ગરબા પણ રમ્યા હતા. ત્યાં ઘણા બધા માણસો આ શો જોવા માટે આવ્યા હતા. 

     રાત્રે અમે 12 વાગ્યે પરત હોસ્ટેલ પર પહોંચ્યા હતા. આ પ્રવાસમાં અમે ઘણું નવું જોયું અને જાણવા મળ્યું. ખાસ કરીને અલગ -  અલગ રાજ્યોનો સ્વાદ અને ભવ્ય લેઝર શો એ આ દિવસને હંમેશા માટે યાદગાર બનાવી દીધો .

Comments

Popular posts from this blog

ફ્લિપકાર્ટ વેબસાઇટ

Doms વેબસાઇટ

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા