મારી દિનચર્યા
મારી દિનચર્યાની શરૂઆત સવારના 6 વાગ્યા થી થાય છે. સવારે ઉઠી હું બ્રશ કરીને ફ્રેશ થઈને ગ્રાઉન્ડ માં ચાલવા અને કસરત કરીએ છીએ. પછી એક કલાક જેટલો ત્યાં સમય થઈ જાય છે. 7 : 30 એ અમે મેસ માં નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો કર્યા પછી અમે હોસ્ટેલ પર આવી એક કલાક જેટલો સમય માં કોલેજ વર્ક કરીએ છીએ પછી કોલેજ જવા માટે તૈયાર થઈ ને કોલેજ જઈએ છીએ.
કોલેજ માં 10:30 લેક્ચર ચાલુ થાય છે. તેની પહેલા અમે પ્રાથના કરીએ છીએ. 3 લેક્ચર ભર્યા પછી 1 : 30 અમે રીસેસમાં અમે જમવા જઈએ છીએ. જમીને ફરી અમે કોલેજ જઈએ છીએ. પછી અમે ત્યાં એક લેક્ચર ભરીએ છીએ. પછી છુટી જઈએ છીએ. અને હોસ્ટેલ પર આવીએ છીએ. હોસ્ટેલ પર આવી અમે થોડી વાર આરામ કરીએ છીએ. અને પછી કોઈ કોલેજ ની અસાયમેન્ટ કે કોઈ બીજું વર્ક ની તૈયારી કરીએ છીએ. પછી 6:00 વાગ્યે અમે પ્રાથના કરીએ છીએ. અને પ્રાથના કરી અને ગ્રાઉન્ડ માં અડધી કલાક જેટલું ચાલવા માટે જઈએ છીએ. અને 6:30 એ સાંજે જમવા જઈએ છીએ. જમીને અમે હોસ્ટેલ પર આવીએ છીએ. થોડી વાર મોબાઈલ જોઈએ છીએ. પછી વાંચીએ લખીયે છીએ પછી રાત્રે 11:00 વાગે ઊંઘી જઈએ છીએ. આ રીતે અમારી દરરોજ ની દિનચર્યા હોઈ છે.
Comments
Post a Comment