જન્મદિવસ નું આમંત્રણ પત્ર
રાઠવા વૈશાલી અરવિંદભાઈ
ગામ. : કનલવા
તાલુકો : કવાંટ
જીલ્લો : છોટાઉદેપુર
પિન કોડ : 391170
તારીખ : 27 /12/2025
પ્રિય સખી શિવાની , કેમ છે ? આશા છે કે તું મજામાં હોઈશ. હું પણ અહીં મજામાં છું.
તને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આવતી તારીખ 5 /01 સોમવાર ના રોજ મારો જન્મદિવસ છે. આ નિમિતે મેં ઘરે સાંજે એક નાની પાર્ટી અને રાત્રિ ભોજનનું આયોજન કરેલું છે.
બધા મિત્રો આવવાના છે. આપણે સાથે મળીને ઉજવીશું. ખૂબ મજા કરીશું. તારી હાજરી એ મારા આ દિવસ ને ખાસ બનાવી દેશે. એટલે તારે ચોક્કસ આવવાનું છે.
સમય : સાંજે 6: 00
સ્થળ : મારા ઘરે
તારા મમ્મી પપ્પા ને મારા પ્રણામ કહજે. હું તારી રાહ જોઈશ .
તારી વહાલી સખી ,
વૈશાલી
Comments
Post a Comment