અંધશ્રદ્ધા: પ્રકાશ તરફથી અંધકાર તરફ લઈ જાય છે.

        પહેલાં ના સમયમાં  અંધશ્રદ્ધામાં લોકો ખુબ માનતા હતા. પરંતુ આધુનિક યુગમાં વૈજ્ઞાનિક કારણોને જાણતા થયા છે તથા લોકો શિક્ષિત થયા છે તેથી લોકો તેમાં વિશ્વાસ કરતા નથી. છતાં ઘણા એવા લોકો જેઓ શિક્ષિત નથી તેઓ આવી વાતો માં માનતા હોય છે. 

         મોટા ભાગે ગામડા માં લોકો આવી માન્યતાઓ વધારે ધરાવે છે. આ અંધશ્રદ્ધા ને કારણે લોકો પોતાનુ જ નુકસાન કરે છે. 

          એક કહાની  પરથી જાણીએ કે લોકો કેવી અંધશ્રદ્ધા ધરાવે છે. જેમાં એક કાંતિલાલ નામનો વૃદ્ધ વ્યક્તિ હોય છે. તેના ઘરે માતાજી નું મંદિર હોય છે. તેને માતાજી આવતા હોય છે. તેથી તે દર વર્ષે માતાજી ને બકરાની બલી ચઢાવતો હોય છે. તેને કાળો જાદુ આવડતો હોય છે. તે તેની દીકરી ના મૃત્યુ પામેલા પતિને જીવીત કરવા ઘણી વિધા , તંત્ર મંત્ર કરે છે છતાં તે જીવીત થતો નથી. પરંતુ તેનો સ્વભાવ જોઈએ તો તે અહંકારી , ઈર્ષાળુ , આળસુ જેવા ગુણો હતા . તેમજ તેનામાં કોઈ પ્રત્યે દયા, ભાવના, પ્રેમ જેવી લાગણી ન હતી. છતાં તેની ભક્તિ થી માતાજી પ્રસન્ન થાય છે. અને લોકો તે સાચું પણ માની લે છે. 

         આમ સમાજમાં આપણે જોઈએ છીએ. કે લોકો બેકસુર પ્રાણીઓ ની બલી ચઢાવી નાખે છે. તેમજ કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે તેને ભુવા પાસે લઈ જાય છે. ખરેખર એ ભૂવો કોઈ બીમારી વિશે જાણતો હોતો નથી. તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જાણકારી હોતી નથી. અને તે દોરા ધાગા બાંધી આપે છે. જેનાથી કોઈ બીમારી દૂર થતી નથી . પરંતુ તે વધી શકે છે. અને લોકો ને જ નુકસાન થાય છે. તેમજ આવા લોકો ની વાતો માં આવી ને મહેનત થી કમાયેલા ઘણા પૈસા વેડફી નાખે છે. તેમજ જે લોકો માતાજી આવે છે એમ કહી ને ધુણતા હોય છે તેઓ ક્યારેક પોતાને જ નુકસાન પહોંચાડતા હોય છે. બીજી પણ ઘણી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય છે, જેમ કે ઘરમાં લીંબુ મરચું જે લટકાવેલા હોય છે. જેમાં લોકોનું માનવું છે કે તેનાથી કોઈ ભૂત પ્રેત ઘરમાં પ્રવેશ ન કરી શકે.  તેમજ બિલાડી રસ્તો કાપે તો અપશુકન થાય. તેમજ રાત્રે કૂતરાનું રડવું  વગેરે બાબતોમાં  લોકો આવી માન્યતાઓ ધરાવે છે. પરંતુ આ કૂતરાનું રડવું તેનું વૈજ્ઞાનિક કારણ કંઈક અલગ હોય શકે છે.

          આ બધા લોકો આસ્થાના નામે લોકોનું શોષણ કરે છે.

Comments

Popular posts from this blog

ફ્લિપકાર્ટ વેબસાઇટ

Doms વેબસાઇટ

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા