Posts

Showing posts from February, 2026

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા

      આપણે  જેમ કોઈક બીજા વ્યક્તિઓના બાહ્ય જીવન જોઈ ને વિચારતા હોઈએ છીએ, કે તેમનું જીવન કેટલું સરળ છે પરંતુ, તેઓ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તે  રીતે બે મિત્રો એકબીજાની જીવનશૈલી જોઈને આવો વિચાર કરતા હોય છે. જેમાં એક નું નામ દેવ છે અને બીજાનું નામ વંશ છે. દેવ એક નાના, સુંદર ગામડાંમાં ખેડૂત નો દીકરો હતો. તેનું જીવન સવાર ના સૂર્ય ઊગે ત્યારથી સાંજ ના સૂર્ય આથમે તે રીતે ચાલતું.          વંશ શહેરની એક મોટી કંપની માં ઊંચી પોસ્ટ પર કામ કરતો હતો. બંને બાળપણના મિત્રો હતા, પણ હવે ઘણા દૂર થઈ ગયા હતા. દેવ સવારે વહેલો ઉઠી ખેતરમાં જતો , તાજી હવા અને શાંતિમાં કામ કરતો. જોકે, તેના મનમાં હંમેશા વંશની જિંદગીનું આકર્ષણ રહેતું. તે વિચારતો કે, વંશ ને કેટલી મજા છે . એને તડકામાં મેહનત નથી કરવી પડતી. એની પાસે એ. સી. ઓફિસ છે. અને પાણી કે લાઈટ ની પણ કોઈ સમસ્યા નથી. દેવને લાગતું હતું કે ગામડાની મેહનત કરતાં શહેરનો આરામ વધુ સારો છે.         શહેરમાં વંશનો આખો દિવસ ટ્રાફિક અને મિટિંગ્સ માં પસાર થાય છે. તેના હાથ માં મોંઘો ફોન હતો, ...

અર્થશાસ્ત્ર વિષય પર 'એક્સપર્ટ લેક્ચર'નું આયોજન

Image
                    તાજેતરમાં અમારી કોલેજ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી (સ્કૂલ ઓફ આર્ટસ) ખાતે અર્થશાસ્ત્ર વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસ અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે એક વિશેષ 'એક્સપર્ટ લેક્ચર' (Expert Lecture in Economics) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિગતો: તારીખ: ૨૩/૦૨/૨૦૨૬ સમય: સવારે ૧૧:૦૦ વાગ્યે સ્થળ: વિદ્યા સાધના ભવન ૨, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા.          આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને વિશેષ અતિથિ તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા (Assistant Professor, S.D. Arts and B.R. Commerce College, Mansa, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા.          ખાસ કરીને, આ કાર્યક્રમમાં અમારા આદરણીય પ્રિન્સિપાલ સાહેબ અને અર્થશાસ્ત્ર વિભાગના તમામ પ્રોફેસર તથા બધા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.         સૌ પ્રથમ  કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને પછી તેમના દ્વારા દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો...