પ્રવાસ એ માત્ર ફરવા માટે નથી, પણ નવા અનુભવો અને જાણકારી મેળવી શકાય છે. તાજેતરમાં અમારી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી દ્વારા કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ' અને ત્યાંનો ભવ્ય ' લેઝર શો ' જોવા માટે એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી આ સફર રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી, જે અમારા જીવનની એક અનમોલ યાદ બની ગઈ છે. બપોરે 3 વાગ્યે અમે તમામ કોલેજના મિત્રો અને પ્રોફેસરો સાથે ઉત્સાહભેર બસમાં રવાના થયા. રસ્તામાં મિત્રો સાથે ગીતો અને વાતોની જમાવટ થઈ. કેવડિયા પહોંચતા જ નર્મદાના તટ પર ઉભેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા જોઈ હતી. આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ ત્યાંનું ભોજન હતુ. ત્યાંના વિશાળ ફૂડ કોર્ટમાં ભારતના અલગ - અલગ રાજ્યોની પ્રખ્યાત વાનગીઓ ઉપલબ્ધ હતી. અહીં એક ખાસ પ્રકારની વ્યવસ્થા હતી. ટિકિટ અથવા ટોકન દ્વારા ભોજન લેવાનું હતું. અમે ટિકિટ લઈને અલગ - અલગ કાઉન્ટર પર ગયા અને પંજાબી, દક્ષિણ ભારતીય અને અન્ય રાજ્યોની ડીશનો આનંદ માણ્યો. મિત્રો સાથે મળી...