Posts

Showing posts from July, 2025

મારુ બાળપણ

      બધા લોકોનું બાળપણ આનંદમય અને સુખમય હોય છે. બાળપણ ના બધા પ્રસંગો યાદ હોતા નથી કારણ કે આપણી સ્મરણશક્તિ ઓછી હોઈ છે,પરંતુ કેટલાક પ્રસંગો એવા હોય છે જે આપણે ભૂલી શકતા નથી.        મારા બાળપણ માં પણ ઘણી એવી બાબતો બની છે જે ભૂલી શકાય નહીં. અમે ત્રણ ભાઈ બહેન હતા, જેમાં હું બધા કરતા નાની હતી.તેથી ઘરમાં હું બધા ની લાડલી હતી.બધા માં હુ બહુજ તોફાની હતી. તે સમયે કોઈ જાત ની ચિંતા કે ડર હોતો નથી. આખો દિવસ મિત્રો રમવાનું, ખાવાનું અને સાંજે સૂઈ જવાનું , બસ સવાર પડે અને રોજ નો આ ક્રમ ચાલુ થય જતો.  ક્યારેક મિત્રો સાથે રમતા રમતા ઝગડી પડતા કિટ્ટા-બુચ્ચા કરતા અને થોડી વાર પછી બધું ભૂલી સાથે રમવા લાગતા. ક્યારેક કોઈ વસ્તુ ની જીદ કરતા મમ્મી નો માર ખાઈ લેતા અને રડતાં રડતાં સૂઈ જતા. ક્યારેક મિત્રો સાથે મળીને એવા કાર્યો કરતા કે ઠપકો સાંભળવો પડતો. આમ કરતા હું પાંચ વર્ષ ની થઈ ત્યારે મને શાળાએ મૂકવામાં આવી. પહેલા દિવસે મારા મમ્મી મને મૂકવા આવ્યા હતા. તે દિવસે હું ખૂબ રડી હતી. પણ પછી શાળામાં નવા મિત્રો બન્યા . અમે સાથે શાળાએ જતા,સાથે રમતા અને ભણતા. તે પછી મોટા થઈ ગયા. ...